RSS Feed

News

આર્થિક સહાય – મનોજભાઇ પટેલ અને “હેમરશ્મિ” (સુરત)

દમણિયા સોની યુથ ગૃપ દ્વારા સંચાલિત SMS સેવા સમાજમાં થતા મરણ, બેસણાં તથા વિવિધ મંડળોના કાર્યક્રમોનાં આયોજનનું ભારતમાં રહેતા જ્ઞાતિબંધુઓને ત્વરિત અને નિઃશુલ્ક પ્રસારણ કરે છે. આ સેવા E-Commerce Portal સાથે પણ સાંકળવામાં આવી છે.

નવેમ્બર 29, 2015 ને રવિવાર ના દિને ગોપાળજી મંદિર હોલ (નવસારી) ખાતે દમણિયા સોની યુથ ગૃપે યોજલા E-Commerce Portal ને સમાજને અર્પણ કરવાના કાર્યક્રમમાં સુરતના મનોજભાઇ પટેલે “હેમરશ્મિ” તરફથી 5 વર્ષ સુધી મરણ અને બેસણાંનાં SMS નો ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી છે. આ વિશિષ્ટ સહાય બદલ દમણિયા સોની યુથ ગૃપ તરફથી મનોજભાઇ પટેલ અને “હેમરશ્મિ” ને હાર્દિક ધન્યવાદ.