વેબસાઈટ જાળવણી ખર્ચ ના સ્પોન્સર સ્વ.ચંદનબહેન પી.સોની (હ. ડો.ગૌતમભાઈ પરીખ)

Damania Soni Samaj

Donate

દમણિયા સોની સમાજ : એક અવલોકન-એક અનુભૂતિ

“દરેક વ્યક્તિ એક મહાન ગ્રંથ સમાન છે, જો તમને એને વાંચતા આવડે”

સંત ઓગસ્ટીનું ઉપરોક્ત વાક્ય યથાયોગ્ય છે. દરેક માનવ પોતાની સાથે વણકહી-વણલખી કહાની અને સંસ્કાર ધરાવે જ છે જેના વિશે પુરાતન કાળનો અભ્યાસ જ સાચી સમજ આપી શકે. દમણિયા સોની સમાજનાં અસ્તિત્વ નું અવલોકન-અભ્યાસ કરતાં નીચેનાં તારણો જે સર્વ સ્વીકૃત છે તે અહીં રજૂ કરતાં ગૌરવ અનુભવીએ છીએ.

લગભગ ૧૭મી સદીમાં ધંધા-રોજગાર માટે સૌરાષ્ટ્રના વેરાવળવાસીઓ દીવ બંદરેથી વહાણમાં આવી દમણ તેમજ આસપાસનાં ગામોમાં સોનીકામ કરી રોજીરોટી કમાતા. ચોમાસા દરમ્યાન વેરાવળ પંથકમાં ખેતીકામ માટે જતા. વખત જતાં કેટલાંક કુટુંબો દમણમાં સ્થાયી થયા અને તેમના વંશજો એટલે દમણિયા સોની.

આ સોનીઓ સમય અને સંજોગો પ્રમાણે દમણથી વાપી, પારડી, વલસાડ, બીલીમોરા, નવસારી તેમજ સુરત સુધી ફેલાયા. વસ્તીના આધારે દમણથી વલસાડ સુધીના સોનીઓ એક ચોરાના, બીલીમોરા, નવસારી, ચીખલી, ગણદેવીના સોનીઓ વચલા ચોરાના તેમજ સુરતના સોનીઓ ત્રીજા ચોરાના મનાવા લાગ્યા. ચોરા પ્રમાણે રીત-રિવાજો થોડા ઘણાં અલગ પડતા. પરંતુ સમય પરિવર્તનના વહેણમાં એ પ્રણાલિ લુપ્ત થઇ ગઇ.

આ સમાજનાં લોકો સૌરાષ્ટ્રથી આવ્યા હોઇ, ત્યાંના કારીગર વર્ગની કુળદેવી ચોટીલાની ચામુંડા માતા મનાય છે. સૌરાષ્ટ્રની કેટલીક પેટાજ્ઞાતિની કુળદેવી દુર્ગામાતા છે. શ્રીમાળીઓની કુળદેવી તુળજાભવાની તેમજ મહાલક્ષ્મીમાતા મનાય છે. જ્યાં જ્યાં વસવાટ કરતા ગયા ત્યાંની આસપાસની દેવીની આરાધના કરતાં અને તેને કુળદેવી માનવા લાગ્યા. શ્રી ચામુંડામાતા ચોટીલા મંદિરના મહંતશ્રીના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્રના સોની, સુથાર, લુહાર વગેરે કારીગરોની કુળદેવી ચામુંડામાતા મનાય છે. જેની જેવી શ્રધ્ધા અને આસ્થા.

“જો શ્રધ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર? કુરાનમાં તો ક્યાંય પયંગબરની સહી નથી”

-જલન માતરી

આ સૌ દમણિયા સોનીઓનો ધર્મ એક જ છે અને તે છે હિન્દુધર્મ અને તેમાં પણ ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં માનનારા છે. રામ અવતારમાં માનનારાઓ રામાવતીઆ કહેવાય છે. તેઓની ગાદી ખરવાસાના તેજાનંદ મહારાજની ગાદી ગણાય છે. કૃષ્ણ અવતારમાં માનનારાઓ ગૌડ અથવા ગોડિયા તરીકે ઓળખાય છે. સુરતનાં શ્રી ગોપાળજી મંદિરના તથા નવસારીના શ્રી ગોપાળજી મંદિરના તેઓ સેવક છે. આ ઉપરાંત આર્યસમાજ, બ્રહ્માકુમારી, સ્વામી નારાયણ, સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવાર, અવધૂત પરિવાર, રાધાસ્વામી, સહજ માર્ગ વગેરે પંથોમાં આસ્થા ધરાવનારાઓ પણ છે.

સોના જેવી કિંમતી ધાતુના ઘરેણાં ઘડવાના ધંધા સાથે સંકળાયેલ આ મહાજન એકબીજા સાથે સંપીને રહેતા. આ ગુણને લીધે વલસાડ, બીલીમોરા, નવસારી, સુરત, મુંબઇ જેવા ગામોમાં મંડળોની રચના થઇ. આ બધા મંડળો પોત-પોતાની સગવડ પ્રમાણે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહ્યાં છે. અગાઉના વખતમાં આ ગામોમાં પંચ દ્વારા કામગીરી થતી. સમગ્ર સમાજને એકતાના તાંતણે સાંકળી લેવાના ધ્યેયથી સમસ્ત દમણિયા સોની સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ, સમસ્ત દમણિયા સોની સમાજ ક્રિકેટ એસોસીએશન તેમજ પ્રતિવર્ષ ભજન સ્પર્ધાનું આયોજન પોત-પોતાની રીતે કાર્યરત છે.

પહેલાં ફકત સોનાના દાગીના બનાવનાર કારીગર તરીકે ઓળખાતા દમણિયા સોની જમાનાની માંગ તેમજ સંજોગો અને શક્તિ પ્રમાણે સોનાના વ્યવસાયમાં (જ્વેલર્સ) જોડાયા. સોના સાથે હીરા ડિાઅમદ્વનદીનાં વ્યવસાયમાં પણ આ સોની સમાજે અનેરું પાસું ઘડીને દેશ-વિદેશોમાં નામના પ્રાપ્ત કરી છે. આજે તો પોતાનો અંગત એન્ટરપ્રીન્યુરશીપ ધરાવતાં વ્યક્તિઓથી આ સમાજ સુશોભિત છે. સરકારી નોકરીમાં સલામતી જોનારા પણ આ જ્ઞતિમાં અસંખ્ય લોકો હતાં અને આજે પણ છે જ.

દમણિયા સોની જ્ઞાતિની મૂળ વસ્તી “વાપીથી તાપી” વચ્ચેની કહી શકાય. જ્ઞાનોપાર્જન તેમજ વ્યવસાયના વ્યાપને કારણે ઘણાં જ્ઞાતિજનો મુંબઇ, અમદાવાદ, વડોદરા તેમજ વિદેશોમાં પણ સ્થળાંતર કરતાં રહ્યાં છે. પરાપૂર્વથી ચાલતો આવેલો સોનારી કામનો વ્યવસાય કાળક્રમે જમાનાને અનુરૂપ નવા નવા વ્યવસાયોમાં વિભાજિત થવા માંડ્યો જેમાં જ્વેલર્સ, હીરા વ્યવસાય ડિાઅમદ્વનદી મુખ્ય_વે છે.

શૈક્ષણિક પ્રગતિ ( Educational Aspect )

“ Education is the transmission of civilization”  આ ઉક્તિને ચરિતાર્થ કરતી દમણિયા સોની સમાજે અનેકવિધ ક્ષેત્રોમાં શિક્ષણ પ્રાપ્ત કરી સમાજની પ્રગતિમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. આધુનિક યુગમાં શિક્ષણના પ્રસારણને કારણે શિક્ષણનું સ્તર ઘણું ઊંચુ રહ્યું છે અને શિક્ષિત યુવાનો વ્યવસાયિક ક્ષેત્રે વિવિધતા અપનાવી, પોતાની આગવી સૂઝબૂઝથી તેમનાં કાર્યને, કુળને અને સમગ્ર જ્ઞાતિને દિપાવી રહ્યાં છે. દમણિયા સોની કે જેની કુલ વસ્તી આશરે ૪૦૦૦ થી ૪૫૦૦ની જ માનવામાં આવે છે તેમાં અંદાજે ૩૫ થી ૪૦ ડૉકટરો, ૧૭૫ થી ૨૦૦ એન્જીનીયરો, ૧૦ થી ૧૨ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો (C.A.), Ph.D. ની ઉચ્ચ ડિગ્રી ધરાવનાર ૮ થી ૧૦ વ્યક્તિઓ છે. ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થનાર જ્ઞાતિજનો અસંખ્ય છે કે જેઓ પોતાની આગવી વિશિષ્ટતાથી સમાજમાં અને વ્યવસાયમાં કે નોકરીમાં અનોખું સ્થાન ધરાવે છે. આ સમાજના વ્યક્તિઓ આજે વૈજ્ઞાનિકો, સંશોધકો તરીકે, પ્રોફેસર, પ્રિન્સીપલ કે શિક્ષક તરીકે તેમજ ટેકનોલોજીના ક્ષેત્રેમાં, મલ્ટીનેશનલ કંપનીઓમાં ઉચ્ચ સ્થાને વિરાજે છે અને પરિવાર તેમજ સમાજને ગૌરવવંત્તુ બનાવે છે. આ જ્ઞાતિના લોકો ૧૦૦% સાક્ષર છે તે પ્રશંસાને પાત્ર છે.

સામાન્ય લાક્ષણિકતાઓ (General Characteristics)

સમસ્ત દમણિયા સોની જ્ઞાતિ મૂળભૂત રીતે શાંત, સંસ્કારી, સમજુ અને સંવેદનશીલ છે.  સોનાના વ્યવસાયને મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકારનાર આ સોનીઓ સોનાની માફક નરમ સ્વભાવ ધરાવે છે અને સોનાની જેમ સુંદર જ આકારમાં ઘડે છે તેમ ઉચ્ચ પ્રકારની સ્થિતિસ્થાપકતા (Flexibility) અને અનુકૂલનexibility) teristics) ssion of civilization” (Adjustment) ધરાવનાર જ્ઞાતિ છે. સોનારી કામમાં સાંકેતિક શબ્દોનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનારી આ જ્ઞાતિ આજે જે પણ પ્રદેશમાં વસે છે તે પ્રાદેશિક ભાષા અપનાવે છે. આજ્ઞતિની વિશેષતા એ છે કે શીઘ્ર, નિર્દોષ, રમૂજભર્યો ટીખળી સ્વભાવ ધરાવે છે. ગમે તેવા ગંભીર વાતાવરણને પણ સરળ બનાવી શકવાની પોતાના ઉપર પણ ટીકા કરીને હસી-હસાવીને મૂંઝવણને ઉકેલવાની શક્તિ આ સોની સમાજ ધરાવે છે. હાજર જવાબી આ મહાજન જ્ઞાતિ (સૌથી શ્રેષ્ઠ) Banking ના વિચારની જન્મદાતા પણ મનાય છે. અગાઉના સમયમાં આ જ્ઞાતિ વ્યાજે પૈસા આપવાનો વ્યવસાય પણ કરતી. રૂચિકર ભોજનની અત્યંત શોખીન આ જ્ઞાતિ મૂળભૂત રીતે શાકાહારી છે. સ્વાદિષ્ટ વ્યંજનો ખાવા અને અન્યોને ખવડાવવાની શોખીન આ જ્ઞતિ તેમનાં આહાર માટે પણ જાણીતી છે. દહેજનું દૂષણ આ જ્ઞાતિમાં જરાય નથી. દિકરો અને દિકરી બંનેને સમાન ગણતી આ જ્ઞાતિ દિકરીને સાપનો ભારો નહીં પણ વહાલનો દરિયો માને છે. લગ્ન કરીને પરકોમમાં ગયેલી આ જ્ઞાતિની દિકરીઓ અન્ય જ્ઞાતિના રિવાજો અને સંસ્કાર સ્વીકારીને દૂધમાં સાકારની જેમ ભળી ગઇ છે. પરકોમમાંથી પરણીને આવનાર દિકરીઓ આ સમાજમાં પ્રેમથી સ્વીકૃતિ પામી છે. કારણકે વિચારોમાં ઉદારતા અને અનુકૂલન જેવા સૌથી વિશેષ ગુણો આ જ્ઞાતિ ધરાવે છે. દમણિયા સોની પુન: વિવાહને સંમતિ આપે છે અને દરેક વ્યક્તિ પોતાની રીતે સુખ-શાંતિ સહકારથી જીવન માણી શકે એવી દરેક સુવિધાને સ્વીકારી જડ વલણ ન અપનાવતા, નવા હકારાત્મક અભિગમને આત્મસાત કરી શકે છે. આ જ્ઞાતિમાં વ્યસનનું પ્રમાણ બિલકુલ નહીંવત્ પ્રમાણમાં છે અને તેથી શુધ્ધ આહાર-વિહારથી તંદુરસ્ત, લાંબુ આયુષ્ય ધરાવે છે. ‘જીવો અને જીવવા દો’ માં માનતી આ જ્ઞાતિ સૌનું કલ્યાણ ઇચ્છે છે. આમ આ જ્ઞાતિ પ્રતિતી કરાવે છે કે;

“History is the discovering of the constant and universal principles of human nature.”

– David Hume

સમયાંતરે દમણિયા સોની સમાજે ઉચ્ચ શિક્ષણ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ઉન્નતિ સાધીને સમાજને પણ ઉન્નત બનાવ્યો છે. વિદેશોમાં પણ અનેક ક્ષેત્રોમાં જ્ઞાતિના સભ્યો તેમનાં જ્ઞાન-કૌશલ્ય થકી જ્ઞાતિનું નામ રોશન કરી રહ્યાં છે. એક નાની અમથી મીણબત્તી બીજી હજાર મીણબત્તી પેટાવી શકે છે તેમ જગવિખ્યાત કેટલાંક વ્યક્તિ વિશેષો પોતાના આગવા શિક્ષણ અને સંસ્કારથી, સેવાકાર્યથી આ જ્ઞાતિને ઉજ્જવળ કરી રહ્યાં છે. આ મુઠ્ઠીઉંચેરા માનવીઓને ગૌરવભેર યાદ કરીએ…

 (૧) લોર્ડ ડૉ. ભીખુભાઇ સી. પારેખ : (જન્મ : ૦૪/૦૧/૧૯૩૫)

1 “One of the strongest characteristics of genius is the power of lighting its own fire”- John Forster નાં આ વાક્યને પ્રતિબિંબીત કરતી વ્યક્તિ એટલે વિદ્યાપુરુષ પહ્મભૂષણ ડૉ. ભીખુભાઇ સી. પારેખ મૂળ અમલસાડના વતની. પરંતુ પોતાના અભ્યાસ અને વિશિષ્ટ કાર્ય દ્વારા દુનિયામાં ખ્યાતિ મેળવનાર રાજકીય તત્વચિંતક તેમજ લેખક શ્રી ભીખુભાઇ હાલમાં ભારતના વડાપ્રધાનની સલાહકાર સમિતિના એક સભ્ય છે. શૈક્ષણિક સંસ્થાઓના દાનવીર એવા ડૉ. ભીખુભાઇ પારેખની કેટલીક વિશિષ્ટ સિધ્ધિઓ :
 • ૧૦/૦૫/૨૦૦૦માં House of Lords માં લોર્ડની પદવી મેળવનાર દમણિયા સોની.
 • “શિક્ષણ અને સાહિત્ય”ની સેવા માટે ભારત સરકાર દ્વારા પહ્મભૂષણ એવોર્ડ-૨૦૦૭.
 • વડોદરા  MS University Vice – Chancellor (૧૯૮૧-૧૯૮૪.)
 • Fellow of British Academy એવોર્ડ-૨૦૦૩.
 • BBC’s Prestigious Special Life Time Achievement Award for Asians 1999.
 • Pride of India Award for International Foundation in UK.
 • વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી જેવી કે Benaras Hindu University, University of Nottingham, University of Warwickshire, University of Bolton, University of Lurton, University of Wales, University of Humber, Essex University USA તરફથી માનદ્દ ડોકટરેટ (D. Lit) ની ડીગ્રીઓ મેળવનાર ડૉ. ભીખુભાઇ પારેખ અનેક નામાંકિત યુનીવર્સિટીઓમાં Visiting Professor તરીકે પણ સેવા આપી રહ્યા છે.
 • Gandhi : A very short introduction (2001), andhi’s Political Philosophy (1991) તેમજ Rethinking Multicultarism : Cultural Diversity & Political Theory (2002) તેમના જગવિખ્યાત પુસ્તકોમાંના છે.

(૨) સ્વ. શ્રી નગીનદાસ નારણદાસ પારેખ :

1 (જન્મ : ૩૦/૦૮/૧૯૦૩, મરણ : ૧૯/૦૧/૧૯૯૩)

“યોગ: કર્મેષુ કૌશલમ્” યોગની સાચી પરિભાષા સાર્થક કરનાર શિક્ષણ અને સાહિત્યને વરેલા તેઓશ્રી મુખ્ય_વે શિક્ષક હતા. સાહિત્ય ક્ષેત્રે મુખ્ય_વે બંગાળી સાહિત્યથી ઘણા પ્રભાવિત તેઓશ્રીએ બંગાળી સાહિત્યને ગુજરાતમાં એમની આગવી અનુવાદકળાથી પ્રચલિત કર્યુ.બંગાળી ભાષામાં અસ્ખલિત વક્તત્વની પ્રતિભા એટલે શ્રી નગીનદાસ પારેખ. કેટલીક ગૌરવપ્રદ સિધ્ધિઓ જે શ્રી નગીનદાસ પારેખને વ્યક્તિવિશેષ બનાવે છે;

  • સ્વ. મૈત્રેયી દેવીના ।ન હન્યતે’ના ગુજરાતી અનુવાદ માટે ।જ્ઞાનપીઠ એવોર્ડ’.
  • “તળપદી સુરતી” ના લેખ માટે પૂ. ગાંધીજી દ્વારા ।તારાગૌરી ચંદ્રક’.
  • “અભિનવનો રસ વિચાર” નામે તા(_વક સમીક્ષા ગ્રંથ માટે દિલ્હી સ્થિત સાહિત્ય અકાદમી એવોર્ડ-૧૯૭૭.
  • “સંપૂર્ણ બાઇબલ”- અનુવાદકળાની શ્રેષ્ઠ કૃતિ ગુજરાતને ૧૨ થી ૧૫ વર્ષના સતત, સખત પરિશ્રમના પરિણામે અર્પી.
  • “રવિન્દ્ર ત_વાચાર્ય” ની બહુમૂલ્ય ઉપાધિ-૧૯૮૧.
  • ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા “મૂર્ધન્ય સાહિત્યકાર”નું બિરૂદ-૧૯૯૨.
  • મરણોત્તર “શ્રી રણજીતરામ સુવર્ણચંદ્રક”.
  • દમણિયા સોની જ્ઞાતિમાં પ્રથમ દેહદાન કરનાર.

 

(દેહદાન સંમતિપત્ર)                                 (રવિન્દ્ર ત_વાચાર્ય સન્માન)

4                 5

 જીવન અને મૃત્યુ બંનેને દૈદિપ્યમાન બનાવતી તેમની સાહિત્યિક રચનાઓ.

6

 (૩) ડૉ. અપૂર્વ દયારામ પટેલ :

 

1

બારડોલીના ડૉ. કલાબેન દયારામ પટેલના પુત્ર ડો. અપૂર્વ પટેલ હાલમાં બેંગ્લોરમાં સેન્ટર ફોર હાઇ એનર્જી ફીઝીક્સમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે. એમણે મુંબઇ IIT માંથી ૧૯૮૦માં M. Sc. (Physics) માં કર્યુ અને California Institute of Technology, USA માંથી Ph. D. ની ડીગ્રી ૧૯૮૪માં એમણે મેળવી. અત્યંત ઉજ્જવળ શૈક્ષણિક કારકીર્દી ધરાવનાર ડૉ. અપૂર્વને ભારત સરકાર તરફથી IITના વિદ્યાભ્યાસ દરમ્યાન Best Student of India નો એવોર્ડ પ્રાપ્ત થયો છે. તે ઉપરાંત USA નાં વધુ અભ્યાસ દરમ્યાન પણ તેમને Best Student નો એવોર્ડ મળ્યો છે. Theory of Quantum Chromodynamics એમનો મુખ્ય રસનો વિષય છે કે જેમાં પ્રભુત્વ મેળવી અનેક વક્તવ્ય તેમજ પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે.

એમની વિશેષ માહિતી માટે સંપર્ક સૂત્ર :

http://cts.iisc.ernet.in/Personal/adpatel.html
http://en.wikipedia.org/wiki/Apoorva_D_Patel

(૪) સ્વ. શ્રી મગનલાલ નરસિંહદાસ પારેખ (વાઘીયાવાળા) :

સ્વ. શ્રી મગનલાલ નરસિંહદાસ પારેખ

નવસારીના વાઘીયાવાળા કુટુંબમાં જન્મેલ તેઓશ્રી ગાયકવાડ રાજ્યનાં પ્રથમ જ્યૂરીના સભ્ય નિમાયા હતા. જ્ઞાન અને શાણપણના સમન્વયે તેમને આ માન-સન્માનના હકદાર બનાવ્યા અને તેઓશ્રી બની રહ્યા “ન ભૂતો, ન ભવિષ્યતિ”.

(૫) શ્રી મહેશકુમાર જગમોહનદાસ સોની (USA) :

દમણિયા સોની યુથ ગૃપના સ્થાપક નવસારીના શ્રી મહેશકુમાર જે. સોની સમસ્ત જ્ઞાતિના પ્રથમ Electronics Engineer છે. અત્યંત ઉજ્જવળ શૈક્ષણિક કારકીર્દી ધરાવનાર શ્રી મહેશભાઇ વિદ્યાર્થી અવસ્થાથી જ સમાજ માટે પ્રગતિનો માર્ગ તૈયાર કરવા ઉત્સુક હતા. વિદેશના વસવાટ દરમ્યાન નોકરી અને હ્મભસ્ નો અભ્યાસ પૂર્ણ કરનાર તેઓ સોની સમાજની પ્રગતિ માટે હંમેશ પ્રયત્નશીલ રહ્યાં છે. તેઓશ્રી આધુનિક ટેકનોલોજીમાં ઊંડો રસ ધરાવે છે. સમાજને આધુનિક યુગ તરફ દોરવા માટે, નવા ટેકનોલોજીના યુગ સાથે સમાજનો દરેક વ્યક્તિ તાલ મિલાવી શકે એવા આશય સાથે દમણિયા સોની સમાજની Website બનાવવાનો ક્રાંતિકારી વિચાર નવસારી પ્રગતિ મંડળ સમક્ષ મૂકનાર તેઓ પ્રથમ વ્યક્તિ છે.

“સહનાવવતુ, સહનૌભૂનકતુ”માં માનનારા આજે એના ફળ સ્વરૂપે સમસ્ત સમાજને એક તાંતણે જોડતી Website તૈયાર છે જેમાં દરેક શહેરોના મંડળોના ઇતિહાસ, સેવાકીય પ્રવૃત્તિ, સમાચાર, યોજાઇ ગયેલાં કે યોજાનારા સમારંભોની માહિતી, ફોટા, વિડીયો જેવી બાબતો અત્યંત આધુનિક ટેકનોલોજીના માધ્યમથી સમાજ દર્શન માટે ઉપલબ્ધ છે. આ સઘળુ કાર્ય અમેરિકામાં રહીને એમના માર્ગદર્શનથી સમાજના ઉત્સાહી, કુશળ યુવાનો થકી પાર પાડ્યું છે. આ દમણિયા સોની યુથ ગૃપ Website ના સંચાલન સાથે વડીલો માટે કોમ્પ્યુટર ટ્રેનીંગની પ્રવૃત્તિનું આયોજન તેમજ ભવિષ્યમાં પણ અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરનાર છે જેના થકી સમાજ સર્વ ક્ષેત્રે પ્રગતિ સાધી, ગૌરવપૂર્ણ જીવન પામી શકે. શ્રી મહેશભાઇ સોક્રેટીસના કથનને યથાર્થ પૂરવાર કરે છે કે, “વિચારનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતાં વધારે જાદુઇ અસર ઉપજાવે છે”.

સ્વાતંત્ર્ય સેનાનીઓ :

૧. સ્વ. શ્રી નગીનદાસ નારણદાસ પારેખ

૨. સ્વ. ડૉ. શ્રી સુરજલાલ હરકીશનદાસ પારેખ

૩. સ્વ. શ્રી નટવરલાલ ભગવાનદાસ પારેખ (૬ મહિના સાબરમતી જેલવાસ અને ૬ મહિના યરવડા જેલવાસ ભોગવનાર)

૪. સ્વ. શ્રી ગોવિંદભાઇ રણડોડજી પારેખ

૫. સ્વ. શ્રી હસમુખભાઇ નારણદાસ પારેખ

૬. સ્વ. શ્રી ઇશ્વરલાલ પરસોત્તમદાસ પારેખ

૭. સ્વ. શ્રી નાથાલાલ ગીરધરલાલ પારેખ

૮. સ્વ. શ્રી ધીરૂભાઇ છબીલદાસ પારેખ

૯. સ્વ. શ્રી જયંતિલાલ માણેકલાલ પારેખ

૧૦. સ્વ. શ્રી નગીનદાસ છબીલદાસ પારેખ

૧૧. સ્વ. શ્રી બાબુભાઇ જમનાદાસ પારેખ

૧૨. સ્વ. શ્રી જગમોહનદાસ નરોત્તમદાસ સોની

૧૩. સ્વ. શ્રી ઇન્દ્રજીત શેઠવાલા (આઝાદ હિંદ ફોજમાં જોડાયેલા)

।વસુધૈવ કુટુમ્બકમ્’માં માનનારી દમણિયા સોની જ્ઞાતિ બીજાનના સુખે સુખી અને બીજાનના દુ:ખે દુ:ખી થઇ સમગ્ર સમાજને એક તાંતણે ગૂંથનાર જ્ઞાતિ છે. કાળક્રમે સ્થળાંતર કરીને શિક્ષણ તેમજ વ્યવસાય અર્થે દૂર દૂર વસેલા જ્ઞાતિજનો માટે માહિતી કે વિચારના આદાન-પ્રદાન માટે સંપર્ક સેતુ સમાન કેટલાંક માસિક કે ત્રિમાસિક મેગેઝિનો પણ પ્રકાશિત કરે છે. ૧૯૩૦ થી શરૂ થયેલ આ પત્રિકાઓ જુદાજુદા નામે આજ પર્યંત કાયમ રહી શકી છે તેનો યશ સમાજના જાગૃત, સેવાકાર્ય માટે તત્પર લોકોને ફાળે જાય છે.

પ્રકાશન પામેલ મેગેઝિનો :

૧. યુવક મુંબઇથી ૧૯૩૦થી

૨. હેમસશ્મિ-મુંબઇ મંડળ

૩. સુવર્ણરજ-ચીખલી

૪. હેમરશ્મિ

૫. દમણિયા સોની યુથ ગૃપની Website

અત્યંત આધુનિક ટેકનોલોજીથી સમગ્રને દમણિયા સોની દમાજને એકત્રિત કરી સહકાર અને સંપથી પ્રગતિના ઉચ્ચ સોપાનો સર કરી ૨૧મી સદી સાથે તાલ મિલાવવાનો નવતર વિચાર નવસારીના પરંતુ હાલ અમેરિકા સ્થિત શ્રી મહેશકુમાર જગમોહનદાસ સોનીને સ્ફુર્યો અને આજના યુવાનો કે જેઓ પણ સમાજસેવા અર્થે કંઇક કરવાની તમન્ના ધરાવે છે તેમણે આ Website બનાવવાના વિચારને સ્વીકાર્યો અને તેમના ગૃપની મદદ થકી આ Website એ એમની સફળતાનું પ્રથમ પગથિયું છે. આ યુવાનોની સર્જનશક્તિનું સુંદર ઉદાહરણ સમાન આ Website નો લોગો ચિહ્નરૂપ છે. પુષ્પમાં અનેક પાંદડીઓ હોય છે. એક પાંદડીવાળું પુષ્પ અશક્ય છે. તેમ આ દમણિયા સોની સમાજ અનેકવિધ પ્રતિભા, વ્યવસાય, શિક્ષણ, ઉદ્યોગ થકી પણ એક અતૂટ છે તેની પ્રતિતી કરાવે છે. લોગોની નીચે મૂકેલ ૩ શબ્દો Gold-Glitter-Grow સૂચવે છે કે સોનાની જેમ ચમકો અને પ્રગતિ કરો. ચમકવું એ સોનાનો મુખ્ય ગુણ છે તેમ આ જ્ઞાતિ સોના સાથે કાર્ય કરીને, તેનાં સંપર્કથી (વ્યવસાય) ચળકાટ પણ પામી છે અને પ્રગતિ પણ કરી રહી છે. આમ વિચાર, વર્તન, અને વાણીના સમજપૂર્વકનાં ઐક્ય દ્વારા આ જ્ઞાતિ સિધ્ધહસ્ત કલાકાર બની શકી છે જેનો સ્વીકાર કરવો જ રહ્યો.

પરમકૃપાળુ પરમાત્મા આ સમાજને તેનાં પ્રિયપાત્ર બનાવી આશિર્વાદ બક્ષી રહો એ જ અભ્યર્થના.