Valsad

Events

વલસાડ મંડળ

 

શ્રી દમણિયા સોની મંડળ, વલસાડ

સ્થાપના: ૧૯૧૮

આ નામ એના જન્મનું નામ નહોતું શરૂઆતમાં ત્રણ પંથો હતા:

(૧) શ્રી રામાવત સંપ્રદાયનું પંચ

(૨) શ્રી ગોસાંઇજી પુષ્ટિ માર્ગનું પંથ

(૩) શ્રી મૌક્ષ સંપ્રદાયનું પંચ

આ પંચોના પાયામાં ધાર્મિક ભાવનાના મૂળિયા જડ કરી ગયેલાં હોવાથી સભ્યોમાં, જ્ઞાતિજનોમાં પરસ્સ્પર થોડે ઘણે અંશે વૈમનસ્ય રહ્યા કરતું. જ્ઞાતિપંચ અને પંચાતી દ્વારા જ્ઞાતિ ઝઘડા ખૂબ જ નિમ્ન કક્ષાએ પહોંચવા માંડયા, જ્ઞાતિના કુરિવાજો ઘટવાને બદલે દેખાદેખી વધવા માંડયા ત્યારથી યુવા વર્ગમાં એક જાતનો અજંપો શરૂ થયો.

સ્વ. છગનલાલ પરસોત્તમદાસ પારેખ

સ્વ. નગીનદાસ મંછારામ પારેખ

સ્વ. નગીનદાસ નારણદાસ પારેખ

સ્વ. કાળીદાસ મોતીરામ પારેખ

સ્વ. વેણીલાલ ઠાકોરદાસ પારેખ

સ્વ. છગનલાલ માથુરદાસ પારેખ

સ્વ. ગિરધરલાલ છબીલદાસ પારેખ

સ્વ. ચુનીલાલ માણેકલાલ પારેખ

સ્વ. નાથાલાલ ગિરધરલાલ પારેખ

સ્વ. ડૉ. સૂરજલાલ હરકીશનદાસ પારેખ

વિચાર્યુ : ઉપરોકત જોયેલાં અનિષ્ટોનું મૂળ જ્ઞાતિમાં શિક્ષણના અભાવ-શિક્ષણનો વ્યાપ વધાર્યા વિના જ્ઞાતિની ઉન્નતિ શક્ય નથી. એટલે ૧૯૨૦માં શ્રી દમણિયા સોની વિદ્યોત્તેજક મંડળની સ્થાપના કરી હતી. ઉપરોકત જ્ઞાતિજનો દ્વારા

 પ્રવૃત્તિ :

(૧) પરીક્ષામાં સફળ થયેલાં વિદ્યાર્થી ભાઇ-બહેનોને ઇનામો આપી મેળાવડા દ્વારા જ્ઞાતિમાં ભ્રાતૃભાવના ખીલવવાનો.

(૨) શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે એક હસ્તલિખિત માસિક યુવકની શરૂઆત કરી.

ધંધાર્થે કાર્યકર્તાઓ વેરવિખેર થતાં અને નાણાં ભંડોળની કપરી સ્થિતિને કારણે સ્થગિત થયું.

આમ છતાં આ મંડળને કારણે શિક્ષણનો સમસ્ત જ્ઞાતિમાં સારો એવો વેગ મળ્યો. શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરી.

સિદ્ઘિ :

(૧) જ્ઞાતિમાં પ્રથમ બી.એ. : સ્વ. છગનલાલ માથુરદાસ સોની

(૨) બી.એ., એલએલબી : સ્વ. ગિરધરલાલ છબીલદાસ પારેખ

(૩) બી.ઇ. સીવીલ : સ્વ....