Damaina_Soni_Website_Surat_Ph2

Events

શ્રી દમણિયા સોની યુવક સંઘ, સુરત

શ્રી દમણિયા સોની યુવક સંઘ સુરતની સ્થાપના ૨૬/૦૧/૧૯૬૩ ના રોજ  (ભારતના પ્રજાસત્તાક દિને) વલસાડ મંડળના પ્રમુખ શ્રીમતી ડૉ. કંચનબેન હ. સોનીની નિશ્રામાં વૈધ બંધુઓએ તેમના નિવસ્થાને કરી હતી. પ્રમુખ સ્થાને સ્વ. શ્રી ઈશ્વરલાલ મોતીરમ ચોક્સી અને મંત્રી તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ વી. વૈધ અને અગિયાર સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. મંડળનો મુખ્ય હેતુ વિધ્યાર્થીઓ ફી ના અભાવે ભણવાનું ન છોડે અને તેમને સમયસર માર્ગદર્શન મળે તે હતો.

આ અગાઉ પણ બે વખત મંડળ બનાનવામાં આવ્યું હતું પરંતુ તે અગમ્ય કારણોસર બંધ થઈ જતાં આપણા વડીલોએ ફરી ભેગા મળી નવેસરથી ૨૬/૦૧/૧૯૬૩ ના રોજ મંડળની સ્થાપના કરી મંડળના પ્રમુખ તરીકે સ્વ શ્રી ઈશ્વરલાલ મોતીરમ ચોક્સી, ઉપપ્રમુખ તરીકે શ્રી નાનુભાઈ રતિલાલ ટેકરાવાળા અને મંત્રી તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ વી. વૈધ ની નિમણુક કરવામાં આવી. એકદમ ખુબજ ઓછા ભંડોળથી વિધ્યાર્થીઓને પુસ્તક આપવાની શરૂઆત થઈ. ઓગણીસો સિત્તેર ના વર્ષમાં મંડળનું કુલ ભંડોળ રૂ. ૫૦૦૧/૭૦ પૈસા હતું ત્યારબાદ મંડળે ઘણી સારી પવૃતિ કરી આપણાં  દૂરંદેશી વડીલોએ વધુ સારું ભંડોળ ભેગું કરી વિધ્યાર્થીઓ ને મદદરૂપ થવા અનેક રીતે સુંદર પ્રયત્નો કર્યા અને સને ૧૯૮૦માં મંડળનું કુલ ભંડોળ ૩૮૨૫૬-૧૮ પૈસા હતું. ૧૯૯૭માં મંડળનું કુલ ભંડોળ ૨૩૧૬૬૫=૫૮ પૈસા હતું ૩૧/૦૩/૨૦૦૮ ના રોજ મંડળનું કુલ ભંડોળ ૧૦૧૪૮૩૬=૫૩ પૈસા હતું તા. ૩૧/૦૩/૨૦૧૩ મંડળનું કુલ ભંડોળ ૧૯૫૬૯૩૯=૦૦ પૈસા છે.

મંડળને આજ સુધી પ્રમુખ તરીકે સ્વ. ઈશ્વરલાલ મોતીરમ ચોક્સી, સ્વ શ્રી નાનુભાઇ રતિલાલા ટેકરાવાળા, શ્રી મનસુખલાલ હરકિસનદાસ બલેશ્વરીયા, શ્રી ચંદ્રકાંતભાઈ ચોક્સી, સ્વ યોગેંદ્રભાઈ કંચનલાલ પારેખ જેવા બાહોશ, હોશિયાર અને બુધ્ધિજીવીઓએ સેવા આપી હતી. મંડળના ઉપપ્રમુખ તરીકે ડો. સુરેન્દ્રભાઈ વી. વૈધ, શ્રી કિશોરચંદ્ર મગનલાલ પારેખ, સ્વ શ્રી નવિંનચંદ્ર તુલસીદાસ પચ્ચીગર, સ્વ ધીરેનભાઈ કાંતિલાલ પારેખ, શ્રીમધુસુદન પ્રાણલાલ પારેખે સુંદર સેવા આપી હતી. મંત્રી...