Navsari_v3

Events

શ્રી નવસારી દમણિયા સોની પ્રગતિ મંડળ

“અને મંડળનું સ્વપ્ન સાકાર થયું”

વર્ષોથી આપણા સમાજમાં શ્રી નવસારી દમણિયા સોની પંચનું અસ્તિત્વ હતું અને છે. વર્ષો પહેલાં આપણા સમાજમાં ઘણાં ઘરો વચ્ચે એક્બીજાને માટે વૈમનસ્ય હતું. તે વખતે નવસારીમાં બહારગામથી આવીને ઘણાં કુટુંબો વસવાટ કરતાં. જેને મંદિરના વહીવટ્માં પંચ તરફથી લાભો મળતાં નહીં. તે સમયે આપણાં સમાજમાં ભણતરનું પ્રમાણ ઘણું ઓછું હતું. ગણ્યાગાંઠ્યા વ્યક્તિઓ આગળ ભણી ઉચ્ચ શિક્ષણ પામ્યા હતાં. તે વખતે આપણાં સમાજમાં મોટાભાગની વ્યક્તિઓ બે કે પાંચ ધોરણનો અભ્યાસ કરે એટલે તેઓને ધંધાના કામમાં લગાવી દેવાતા. ઘણાં કુટુંબો પાઠ્યપુસ્તક ખરીદવા અને શાળાની ફી પણ ભરવા અસમર્થ હતા. તેવા સમયે  હમો નીચે જણાવેલ વ્યક્તિઓ સમાજની પ્રગતિ માટે ચિંતિત બની એકત્રિત થયા અને વિચારોની હારમાળાઓ શરૂ થઇ.

સ્થાપક સભ્યો :

1. સ્વ. શ્રી શાંતિલાલ (મંગુભાઇ) બ્રિજલાલ સોની 2. સ્વ. શ્રી હેમચંદ્ર ગોવનદાસ સોની 3. શ્રી ઠાકોરભાઇ ગોવનદાસ સોની 4. શ્રી મહેન્દ્રકુમાર રતિલાલ પારેખ

ઘણા વખતથી આપણા સમાજમાં એકતાની ભાવના કેળવવા, સુખ-શાંતિ સ્થાપવા, ઉચ્ચ શિક્ષણની બાબતમાં આખો સમાજ વધુમાં વધુ પ્રગતિ કરે અને શિક્ષણ થકી સમાજને ગૌરવવંતુ બનાવે. આ બધા શુભ હેતુથી એક મંડળની સ્થાપના કરવા માટે વિચારોની આપ-લે કરતાં હતાં. સાથે સાથે સમાજમાંથી સહકાર મળશે કે નહીં તેવા પણ વિચારો આવતા. ઘણા મનોમંથન પછી હમોએ મક્ક્મ નિર્ણય કર્યો કે કોઇ પણ સંજોગોમાં મંડળ ચાલુ કરવું અને તા. 1/1/1962 ના શુભ દિવસે ભગવાન શ્રી ગોપાળજીની પ્રેરણાથી મંડળની શરૂઆત કરી. આપણા કુટુંબોને સૌથી પહેલા સભ્યો બનાવી, સમાજમાં ઘરે ઘરે ફરી મંડળ અંગે લોકોને માહિતગાર કરી જેમ બને તેમ વધુ સભ્યો બનાવી પ્રવ્રુત્તિને વેગ આપવાનું નક્કી કર્યુ. તે સમયે સભ્યો માટે માસિક ફી માત્ર 25 પૈસા અને વાર્ષિક 3 રૂપિયા રાખી સભ્યો નોંધવાનું ચાલુ કર્યુ અને મંડળની કલ્પનાને મૂર્ત સ્વરૂપ આપ્યું. મંડળનો મુખ્ય હેતુ સમાજમાં ભાઇચારો રહે, સૌ સાથે શાંતિ-સહકારથી રહે....