Bilimora_Website_Ph

Events

શ્રી દમણિયા સોની યુવક કેળવણી મંડળ, બિલીમોરા ગ્રુપ

શ્રી દમણિયા સોની યુવક કેળવણી મંડળ, બિલીમોરા ગ્રુપ

શૈક્ષણિક પ્રવ્રુત્તિને વેગ આપવા તેમજ આર્થિક સંકળામણને કારણે સોની જ્ઞાતિના યુવાનો વિધ્યાભ્યાસથી વિમુખ ન થાય તેવા શુભ આશયથી આ મંડળની સ્થાપના સ્વ. શ્રી વિષ્ણુપ્રસાદ પરસોત્તમદાસ સોનીની આગેવાની હેઠળ થઇ.

મંડળનાં અત્યાર સુધીનાં પ્રમુખશ્રીઓ :

1. સ્વ. શ્રી વિષ્ણુપ્રસાદ પરસોત્તમદાસ સોની  (વર્ષ 01/06/1972 થી 1977 )

2. સ્વ. શ્રી રંગીલદાસ નાગરદાસ પારેખ  (વર્ષ 1977 થી 1980)

3. સ્વ. શ્રી ઉત્તમભાઇ હરકીશનદાસ પારેખ  (વર્ષ 1980 થી 1983)

4. સ્વ. શ્રી શાંતિલાલ દામોદરદાસ પારેખ  (વર્ષ 1983 થી 1986)

5. શ્રી જગદીશભાઇ ઉત્તમરામ પારેખ  (વર્ષ 1986 થી 1989)

6. શ્રીમતી અંજલિબેન જતીનભાઇ સોની  (વર્ષ 1989 થી 1992)

7. શ્રી કિશોરભાઇ ઇશ્વરલાલ સોની  (વર્ષ 1992 થી 1995)

8. શ્રી બાબુલાલ હિરાલાલ પારેખ  (વર્ષ 1995 થી 2001)

9. શ્રી કીર્તિભાઇ ઠાકોરદાસ પારેખ  (વર્ષ 2001 થી 2011)

10. શ્રી જીતુભાઇ હરકીશનદાસ પારેખ  (વર્ષ 2012 થી કાર્યરત)

પ્રગતિનો પંથ કંડારનાર વ્યક્તિ વિશેષ : 

Vishnuprasad Soniસ્વ. શ્રી વિષ્ણુપ્રસાદ પરસોત્તમદાસ સોની :   (જન્મ : 20/04/1928, મરણ : 05/11/2005)

બીલીમોરામાં જન્મેલા સ્વ. શ્રી વિષ્ણુપ્રસાદ પરસોત્તમદાસ સોની સંસ્કાર અને શિક્ષણ થકી ઉન્નતિના અધિકારી બન્યા હતાં. કુટુંબની ધર્મિષ્ઠ ભાવના તેમજ સંસ્કારે તેમને વિનયી, પરોપકારી બનાવ્યા. મુંબઇની સીડનહામ કોમર્સ કોલેજમાંથી B. Com.  ની ડીગ્રી મેળવી તેઓશ્રી બીલીમોરાની ગાયકવાડ મીલમાં Asst. Manager  તરીકે જોડાયા. કાર્યદક્ષતા, વ્યવહારકુશળતા તેમજ માનવતાસભર સ્વભાવને કારણે તેઓશ્રી મીલનાં કામદારોમાં પ્રિયપાત્ર બન્યા હતા. તેમની દીર્ઘદ્રષ્ટિ અને કાર્યકૂનેહને કારણે તેઓશ્રી ગાયકવાડ મીલનાં...