વેબસાઈટ જાળવણી ખર્ચ ના સ્પોન્સર સ્વ.ચંદનબહેન પી.સોની (હ. ડો.ગૌતમભાઈ પરીખ)

શ્રી સમસ્ત દમણિયા સોની સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ

“ શ્રી સમસ્ત દમણિયા સોની સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ”

“ બધી જ યુગ-પરિવર્તક ક્રાંતિકારી ઘટનાઓ લખાયેલા નહીં પણ બોલાયેલા શબ્દોથી ઉદ્દભવી છે.” એડોલ્ફ હીટ્લરના ઉપરોક્ત વાક્યને સમર્થન આપતી “ શ્રી સમસ્ત દમણિયા સોની સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ “ ની આદિથી વર્તમાન સુધીની કણિકાઓ અહીં રજુ કરતાં આનંદ અને ગર્વ અનુભવીએ છીએ.

વર્તમાન સમય એ ભૂતકાળનાં સ્વપ્ન અને તે સ્વપ્નને સાકાર કરવાના પ્રયત્નોનું પ્રતિબિંબ છે. જેમ એક સારૂ કાર્ય કરવા માટે સારો વિચાર આવવો તે અતિ સૂક્ષ્મ બાબત છે તેમ સને 1984માં નવસારી સ્થિત શ્રી દિનેશકુમાર રતિલાલ પારેખ, શ્રી પ્રકાશભાઇ ધનસુખલાલ પારેખ અને શ્રી નરેશકુમાર ઠાકોરલાલ પારેખ સાથે બન્યું. આ મિત્રોની મંડળીમાં એક દિવસ દમણિયા સોની સમાજમાં સમૂહલગ્નના આયોજન અને તે અંગેની સફળતા વિશેની વાત શરૂ થઇ. આ ચર્ચાના બીજને સ્વપ્નરૂપે વટવ્રુક્ષ બનાવ્યું શ્રી મહેન્દ્રકુમાર રતિલાલ પારેખના સહકારે. સમૂહલગ્નના સ્વપ્નને સાકાર કરવા ચર્ચા-વિચારણા માટે મીટીંગોનો દોર શરૂ થયો તે પણ શ્રી મહેન્દ્રકુમાર રતિલાલ પારેખના નિવાસસ્થાને.

વિચારવું એ મુડી છે. પ્રયત્ન કરવો એ માર્ગ છે અને સતત પરિશ્રમ એ ઉકેલ છે. સમૂહલગ્નના વિચારને સાર્થક કરવા સને 1984 થી 1989 દરમ્યાન અનેક મીટીંગો યોજાઇ જેમાં સમસ્ત દમણિયા સોની સમાજનાં અન્ય શહેરમાં વસતા વિચારશીલ, કાર્યશીલ કાર્યકર્તાઓ જોડાયા. સમૂહલગ્નના આયોજન અંગેની પૂર્વ તૈયારી રૂપે અનેક મંતવ્યો સ્વીકારાયાં જેમાં આ આયોજન માટે અંદાજીત ખર્ચ, માનવ-શક્તિ, માનવ સહમતિ વગેરે પાસાઓની પણ ચર્ચા થઇ. આ માટે અન્ય જ્ઞાતિઓમાં યોજાતા સમૂહલગ્નોના પ્રત્યક્ષ અવલોકન પણ થયાં તેમજ તેમના વિચાર સાહિત્યનો (નિયમો, ઉદ્દેશો) નો અભ્યાસ કરવામાં આવ્યો. આખરે આ ચર્ચા-વિચારણાને સ્થૂળ સ્વરૂપ આપવા તા. 15/7/1990 ના રોજ નવસારીમાં ગોપાળજી સત્સંગ હોલમાં એક મીટીંગ યોજાઇ જેમાં અન્ય ગામોમાંથી એકત્રિત થયેલ 45 સભ્યોની અનુમતિથી ભગવાનશ્રી ગોપાળજીના પ્રમુખપદે સમૂહલગ્નના સ્વપ્નને સાકાર કરવામાં આવ્યું. આ કાર્યને પરિપૂર્ણ કરવા માટે સમિતિ રચવામાં આવી. જેનું નામ “ શ્રી સમસ્ત દમણિયા સોની સમૂહલગ્ન આયોજન સમિતિ “ રાખવામાં આવ્યું.

“ આકાશને આંબવા જેવી લાગતી હતી આ ખેવના,
પરંતુ પરિશ્રમોને કયાં કદી નડી છે ગગનની રચના ? “

સમિતિનું ધ્યેય :

સમૂહલગ્ન એટલે એકજ દિવસે એકજ સમયે ભેદભાવ રહિત જ્ઞાતિના વિવાહિત યુગલોની સાદગીભરી રીતે સમૂહમાં લગ્નવિધિ.
જ્ઞાતિમાં સમૂહલગ્નનું આયોજન એટલે સમય, શક્તિ અને સંપત્તિનો કિંમતી બચાવ અને સહકાર સમભાવ અને સમદ્રસ્ટીની ભાવનાનું સૌના સહકારથી આયોજન.
આમ સમસ્ત દમણિયા સોની સમાજમાં સમૂહલગ્નના વિચારને વિસ્ત્રુત ફલક પર મુકવામાં આવ્યું. સમિતિ ધ્વારા આ સમિતિમાં નીચે મુજબના સભ્યોની વરણી કરવામાં આવી.

શ્રી સમસ્ત દમણિયા સોની સમાજ સમૂહલગ્ન આયોજન સમિતિના હોદ્દેદારો તથા સભ્યોની નામાવલી

1.) શ્રી ઇશ્વરલાલ માણેકલાલ સોની, બીલીમોરા – પ્રમુખ

2.) શ્રી ચંદ્રકાંતભાઇ ઇશ્વરલાલ ચોક્સી, સુરત – ઉપપ્રમુખ

3.) શ્રી મહેન્દ્રકુમાર રતિલાલ પારેખ, નવસારી – મંત્રી

4.) શ્રી જયંતીભાઇ પરસોત્તમદાસ પારેખ, વલસાડ – મંત્રી

5.) શ્રી ઇન્દ્રવદન તુળજારામ પારેખ, મુંબઇ – મંત્રી

6.) શ્રી અશ્વિનભાઇ ઠાકોરદાસ ટેકરાવાળા, સુરત – મંત્રી

7.) શ્રી ઠાકોરદાસ દામોદરદાસ પારેખ, નવસારી – ખજાનચી

8.) શ્રી વિષ્ણુપ્રસાદ પરસોત્તમદાસ સોની, બીલીમોરા – સભ્ય

9.) શ્રી પ્રવિણચંદ્ર જેકીશનદાસ સોની, બીલીમોરા – સભ્ય

10.) શ્રી નવનીતલાલ ઠાકોરદાસ પારેખ, નવસારી – સભ્ય

11.) શ્રી ઠાકોરદાસ ગોવનદાસ સોની, નવસારી – સભ્ય

12.) શ્રી ડો. જનકભાઇ નગીનદાસ પારેખ, નવસારી – સભ્ય

13.) શ્રી રમણલાલ જેકીનદાસ સોની, નવસારી – સભ્ય

14.) શ્રી દિલીપભાઇઅ જયંતીલાલ પારેખ, નવસારી – સભ્ય

15.) શ્રી સુરેન્દ્ર ઇશ્વરલાલ પારેખ, વલસાડ – સભ્ય

16.) શ્રી જીતેન્દ્ર હસમુખલાલ પારેખ, વલસાડ – સભ્ય

17.) શ્રી દિનેશચંદ્ર ગમનલાલ પારેખ, વલસાડ – સભ્ય

18.) શ્રી ધનસુખલાલ મગનલાલ પારેખ, વલસાડ – સભ્ય

19.) શ્રી અરવિંદભાઇ મગનલાલ પારેખ, મુંબઇ – સભ્ય

20.) શ્રી મનસુખલાલ હરકીશનદાસ બલેશ્વરીયા, સુરત – સભ્ય

21.) શ્રી યોગેન્દ્ર કંચનલાલ પારેખ, સુરત – સભ્ય

22.) શ્રી નીતિનકુમાર કંચનલાલ શેઠ, સુરત – સભ્ય

23.) શ્રી યોગેશ વેણીલાલ પારેખ, વડોદરા – સભ્ય

સ્નેહના તારે દિલ ગુંથી અને જુદાઇ મીટાવી એક થવાય એ જ લગ્ન નથી. પરંતુ ‘બે’ ના ‘એક’ બની દેશધર્મ. રાષ્ટ્રધર્મ અને માનવધર્મ જીતી બતાવવો એનું નામ લગ્ન – સ્વામી વિવેકાનંદની આ વાત સમૂહલગ્ન આયોજન સમિતિ આર્થિક સધ્ધરતા વિના શી રીતે સાર્થક કરી શકે? આર્થિક સધ્ધરતા મેળવવાનાં પ્રશ્નનું નિરાકરણ તત્કાલીન સમિતિના સભ્યોના દાન થકી થયું. સમિતિના સભ્યોએ કાર્યને વેગવંતુ બનાવવા સ્વેચ્છાએ આર્થિક સહાય કરી.

સમૂહલગ્ન યોજવાનો વિચાર આમ મૂર્તિમંત થયો કારણકે માનવશક્તિનું સંગઠન થતાં આર્થિક સવલત પણ ભેગી થઇ શકી. સમસ્ત દમણિયા સોની સમાજમાં સમૂહલગ્નનું સંચાલન સુપેરે, સારી રીતે, નિર્વિવાદ રીતે થાય તે માટે વિચાર-વલોણા થયા અને તેમાંથી આ કાર્ય માટેનાં નિયમોની સૂચિ બની જેના અમલ થકી યાત્રાનો આરંભ થયો અને આજ પર્યંત આ જ નિયમો થકી સમૂહલગ્નનું કાર્ય સફળતાપૂર્વક થઇ રહ્યું છે. કારણકે

“ જો હોય શ્રધ્ધા મુસાફરને પૂર્ણ મંઝિલમાં,
તો આપમેળે વળે છે કદમ મુકામ તરફ. “
                                                  – અમ્રુત ઘાયલ

નિયમો :

જ્ઞાતિના પ્રથમ સમૂહલગ્ન માટે સમિતિ નીચે મુજબની જવાબદારીઓ અદા કરશે.

(1) સમુહલગ્ન માટે બ્રાહ્મણ તથા વરકન્યા માટેના ફુલહાર તથા સમૂહમાં શાંતેક માટેની તમામ પૂજાની સામગ્રી ફળફુલ વિગેરેની વ્યવસ્થા કરશે.
(2) સમૂહલગ્ન પ્રસંગે વાડીની તથા જમણવારની વ્યવસ્થા સમિતિ કરશે.
(3) પ્રથમ સમૂહલગ્ન પ્રસંગે, સમગ્ર જ્ઞાતિને લગ્નમાં પધારવાનું આમંત્રણ સમિતિ આપશે.
(4) લગ્ન પ્રસંગે કન્યાને પદના વાસણો તથા ખુરશી સમિતિ આપશે.
(5) વરઘોડો એક સાથે એક જગ્યાએથી સમુહમાં નિકળી લગ્ન સ્થળે જશે, અને એ માટે કરવામાં આવતા બેંડ્વાજાનો ખર્ચ સમિતિ ભોગવશે.
(6) લગ્ન પ્રસંગે કન્યાપક્ષ તરફથી વરપક્ષના માતાપિતાને આપવાની સાલ તથા સાડી સમિતિ તરફથી આપવામાં આવશે.
(7) સમૂહલગ્નની વીડીયો કેસેટનો ખર્ચ સમિતિ ભોગવશે.

સમૂહલગ્ન પ્રસંગે ભાગ લેનાર વર-કન્યા પક્ષે નીચેના નિયમોનું પાલન કરવાનું રહેશે.

1.) માયદેવ માતા તથા પોતાની ગોત્રેજ મુજબની ધાર્મિક વિધિ દરેકે પોતાને ઘરે લગ્નના એક દિવસ પહેલા કરી લગ્નમાં આવવાનું રહેશે.
2.) વરઘોડાનું આયોજન સમિતિ કરશે અને તે સૌએ માન્ય કરવું પડશે.
3.) લગ્ન પ્રસંગે મોસાળુ, કન્યાદાન તથા ચાંદલો વ્યક્તિગત રીતે સૌ કરી શકશે.
4.) વરઘોડો લગ્ન સ્થળે પહોંચે ત્યારે કન્યાપક્ષ સામે લેવા આવે ત્યારે વરના પિતા અથવા વડિલને એક શ્રીફળ તથા વરના મોસાળા પક્ષની એક વ્યક્તિને એક શ્રીફળ આપવાનું રહેશે અને શ્રીફ્ળની વ્યવસ્થા સમિતિ કરશે.
5.) વર અને કન્યા પક્ષે બન્નેએ સમૂહલગ્નમાં જોડાવું ફરજીયાત છે. અને તે માટેના ફોર્મ લગ્નની નક્કી કરેલી તારીખથી બે માસ અગાઉ ભરવાના રહેશે.
6.) વર અને કન્યા પક્ષને સમિતિ તરફથી 25 પાસ પક્ષ દીઠ પરજ્ઞાતિના આમંત્રિતો માટે મળશે. અને એ આમંત્રણ કાર્ડ અગાઉથી સમિતિ પાસેથી મેળવી લેવાના રહેશે.
7.) કોઇપણ વ્યક્તિ વ્યક્તિગત રીતે લગ્નમાં જોડાનાર યુગલને અથવા વર કે કન્યાને કોઇપણ ભેટ આપવા ઇચ્છ્તી હોય તો તેણે અગાઉથી સમિતિને જાણ કરવી જરૂરી છે.
8.) સમૂહલગ્નમાં જોડાનાર વર કે કન્યા પક્ષે અલગ અલગ ફોર્મ ભરતી વખતે 3501:00 રૂપિયા સમિતિને આપી પોતાના નામ બે માસ અગાઉથી નોંધાવવાના રહેશે.
9.) સ્વૈચ્છિક રીતે 3501 થી વધુ રકમ આપનાર કોઇપણ વર કે કન્યા પક્ષ રકમ આપી શકશે અને વધારાની રકમ ભેટ તરીકે સમિતિ સ્વીકારશે.
10.) 3501 રૂપિયા પણ લગ્ન માટે નહિં ભરી શકનાર વ્યક્તિની દરખાસ્ત સમિતિ પાસે આવશે તો તેવી વ્યક્તિને સમૂહલગ્નમાં પ્રવેશ આપવાની સત્તા સમિતિને છે. અને એવી વ્યક્તિના નામની સમિતિ ગુપ્તતા જાળવશે. એવી વ્યક્તિએ ફક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનો જ સંપર્ક સાધવાનો રહેશે.
11.) પ્રથમ સમૂહલગ્નનું સ્થળ નવસારી રાખવામાં આવ્યું છે.
12.) બહારગામથી સમૂહલગ્નમાં ભાગ લેનાર વર-કન્યા પક્ષે પોતાના ખર્ચે લગ્ન સ્થળે આવવાનું રહેશે.
13.) સમૂહલગ્નનું આયોજન યોગ્ય રીતે પાર પડે એ માટે સમિતિ જે કોઇપણ કાર્યવાહી માટે નિર્ણય લે તે સૌને બંધનકર્તા રહેશે અને દરેકે એ નિર્ણય માટે સમિતિને સહકાર આપવાનો રહેશે.
14.) ફોર્મ ભરી 3501 રૂપિયા જમા કરાવ્યા હોય અને કોઇ ચોક્કસ કારણસર સમૂહલગ્નમાં પક્ષકાર ભાગ નહિં લઇ શકે. એવા સંજોગોમાં પૈસા પરત કરવા સંપૂર્ણ સંજોગોની ચર્ચા વિચારણા સમિતિ કરશે અને ત્યાર પછી જ પરત આપવાનું નક્કી થયે લગ્નની તિથિ બાદ સમિતિ પૈસા પરત આપશે.
15.) સમૂહલગ્નની કાર્યવાહીનો સમય નક્કી કરેલી તારીખે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધીનો રહેશે. તેમાં, પ્રથમ ગ્રહશાંતેક, ત્યારબાદ વરઘોડો, લગ્ન અને ભોજન સમારંભ, વિદાયગીરી.
16.) સમૂહલગ્નના દિવસે જ્ઞાતિ ભોજનની વ્યવસ્થા ફ્ક્ત બપોરે એક વખત માટે સમિતિ કરશે.
17.) સ્વૈચ્છીક રીતે જ્ઞાતિમાંથી સમિતિ માટે આવતી ભેટનો સ્વીકાર સમિતિ કરશે અને તે માટે પાવતી આપશે.
18.) વર અને કન્યા પક્ષે લગ્નની તારીખથી 2 માસ અગાઉ અલગ અલગ ફોર્મ ભરી 3501 રૂપિયા ફોર્મ સાથે ભરવાના રહેશે.

આ યાત્રાનો આરંભ નવસારીમાં રંગવિહાર તેમજ રામજી મંદિરના પટાગંણમાં તા. 2/2/1990ના શુકનવંતા દિને થયો. જેમાં 5 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં. આ પ્રથમ સમૂહલગ્નમાં કન્યાવિદાયમાં આપવામાં આવતાં પદના વાસણો નવસારીના સ્વ.છગંલાલ ભગવાનદાસ પારેખ તરફથી મળ્યા. આમ સમાજના પૈસા સમાજના સત્કાર્યમાં જ વાપરવાની પધ્ધતિથી સામાજીક કણ્યાણનું ભગીરથ કાર્ય આરંભાયું. આ પ્રથમ સમૂહલગ્નનો અંદાજિત ખર્ચ 61,000 રૂપિયા થતો હતો અને આ લગ્ન સંપન્ન થયાં 58,147 રૂપિયામાં તે પણ 2200 માણસોની રસવંતી રસોઇના ખર્ચ સાથે. આમ સમસ્ત દમણિયા સોની સમાજ સમૂહલગ્ન આયોજન સમિતિ દર વર્ષે સમૂહલગ્ન યોજતી જ ગઇ જેમાં આપણી જ્ઞાતિનાં ઉદારવ્રુત્ત સખાવતીઓ ધ્વારા અવિરત સાથ મળ્યો. જેમકે સુરતના શ્રી ચંદ્રકાંતભાઇ ઇશ્વરલાલ ચોક્સી આજીવન સ્પોંસર બન્યા પદના વાસણના

સમૂહલગ્નના આયોજનમાં સફળતા બાદ વલસાડ મુકામે તા. 28/11/1993 ના રોજ યોજાયેલ સમૂહલગ્નમાં આ કાર્ય માટે સ્થાયી ફંડની ટહેલ કરવામાં આવી અને સાથે એવું પણ નક્કી થયું કે ફંડ એકત્રિત કરવા દરેક ગામમાં દરેક ઘરે રૂબરૂ જઇ તે માટે પ્રયત્નો કરવા. તે સમયે પરદેશના કેટલાક હિતેચ્છુઓએ સંસ્થાને રજીસ્ટર કરવાનું સૂચન કર્યું જેનો સમિતિમાં વિચાર-વિમર્શ બાદ સ્વીકાર થયો. એ માટે દરેક ગામના વિચારશીલ જ્ઞાતિજનોની મીંટીંગો કરવામાં આવી. ઉમદા આશય સાથે શરૂ થયેલા કામોને સફળતા પણ વેગથી મળતી જ હોય છે. ટ્રસ્ટનાં નામકરણ તેમજ બંધારણ માટે અનેક મંતવ્યોનું આદાન-પ્રદાન થયું. શ્રી બિપીનભાઇ આઇ. ચોક્સી (સુરત), શ્રી ગુણવંતભાઇ વી. પારેખ (વલસાડ), શ્રી ઘનશ્યામભાઇ પારેખ (વલસાડ), શ્રી ડો. જનકભાઇ એન. પારેખ (નવસારી), શ્રી કિશોરભાઇ આઇ. સોની (બિલીમોરા) તેમજ શ્રી અરવિંદભાઇ ટી. પારેખ (વલસાડ) વગેરે અત્યંત જીવંત રસ દાખવ્યો અને બંધારણ તેમજ નામકરણનું કામ આગળ ધપાવ્યું. તા. 10/7/1994ની મીંટીંગમાં બંધારણનું વાંચન કરવામાં આવ્યું અને શ્રી ઘંશ્યામભાઇ પારેખે સૂચવેલું સંસ્થાનું નામ “ શ્રી સમસ્ત દમણિયા સોની ઉત્કર્ષ ટ્રસ્ટ” સર્વાનમતે નક્ક્રી કરવામાં આવ્યું. આ ટ્રસ્ટની રચના ચેરીટી કમિશ્નરશ્રીની ઓફિસે તા. 18/8/1994ના શુભદિને નં. ઍ/761 – સુરતથી રજીસ્ટર કરાવવામાં આવ્યું. જેની કોપી આપ સૌની જાણ માટે અત્રે પ્રસ્તુત છે.
શ્રી સમસ્ત દમણિયા સોની ઉત્કર્ષ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન્ની કોપી

આમ ઉત્કર્ષ ટ્રસ્ટ જે સમૂહલગ્ન આયોજન સમિતિ હતી તેની by-product જ બની રહ્યું કે જે બન્નેમાં પ્રમુખ તરીકે શ્રી ઇશ્વરલાલ માણેકલાલ સોની (બિલીમોરા-1990 થી 1996), ઉપપ્રમુખ તરીકે શ્રી ચંદ્રકાંત ઇશ્વરલાલ ચોક્સી (સુરત – 1990 થી 2007 સુધી), મંત્રી તરીકે શ્રી મહેન્દ્રકુમાર રતિલાલ પારેખ (નવસારી – 1990 થી 2007 સુધી) અવિરત સેવા પૂરી પાડી એ પણ એક ગૌરવપ્રદ બાબત છે કારણકે શરૂઆતથી જ તેઓ આ પ્રવ્રુત્તિમાં ઓતપ્રોત હોય, સાચા અર્થમાં કુનેહ પૂર્વક તેઓએ આ સમિતિને પ્રગતિના પંથે ચઢાવી. ટ્રસ્ટના હોદ્દેદારોની નિમણૂંક પણ સર્વ સંમતિથી થઇ હતી જેમાં 31 સભ્યો સાથે નીચે મુજબની સમિતિએ કાર્યભાર સંભાળ્યો.

શ્રી સમસ્ત દમણિયા સોની સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ

વ્યવસ્થાપક સમિતિ  (1994 – 2006)

નામાવલિ

1. શ્રી ઇશ્વરલાલ માણેકલાલ સોની – પ્રમુખ – બીલીમોરા (પ્રમુખ – 1994 થી 1996)

2. શ્રી ચંદ્રકાંતભાઇ ઇશ્વરલાલ સોની – ઉપ પ્રમુખ – સુરત (1990 થી 2006)

3. શ્રી મહેન્દ્રભાઇ રતિલાલ પારેખ – મહામંત્રી – નવસારી (1990 થી 2006)

4. શ્રી ઠાકોરદાસ દામોદરદાસ પારેખ – કોષાધ્યક્ષ – નવસારી

5. શ્રી રમણલાલ જેકીશનદાસ સોની – સભ્ય – નવસારી

6. શ્રી ઠાકોરદાસ ગોવનદાસ સોની – સભ્ય – નવસારી   (પ્રમુખ – 2004 થી 2009)

7. શ્રી નવનીતલાલ ઠાકોરદાસ પારેખ – વિભાગીય મંત્રી – નવસારી

8. શ્રી પ્રકાશચંદ્ર ધનસુખલાલ પારેખ – સભ્ય – નવસારી

9. શ્રીમતી ઇન્દુબેન વસંતલાલ પારેખ – સભ્ય – નવસારી

10. શ્રી ઇન્દ્રવદન તુળજારામ પારેખ – સભ્ય – નવસારી (પ્રમુખ – 1996 થી 1997)

11. શ્રી ભરતભાઇ અરવિંદલાલ પારેખ – વિભાગીય મંત્રી – મુંબઇ

12. શ્રી ચંપકલાલ જગમોહનદાસ પારેખ – સભ્ય – મુંબઇ

13. શ્રી જયંતીભાઇ પરસોત્તમદાસ પારેખ – સભ્ય – મુંબઇ

14. શ્રી નીરંજનદાસ રતનલાલ શેઠ – સભ્ય – વલસાડ

15. શ્રી ધનસુખલાલ મગનલાલ પારેખ – વિભાગીય મંત્રી – વલસાડ

16. શ્રી જીતેન્દ્ર હસમુખલાલ પારેખ – સભ્ય – વલસાડ

17. શ્રી સુરેન્દ્ર ઇશ્વરલાલ પારેખ – સભ્ય – વલસાડ

18. શ્રી દિનેશચંદ્ર ગમનલાલ પારેખ – સભ્ય – વલસાડ

19. શ્રીમતી નયનાબેન દિનેશચંદ્ર પારેખ – સભ્ય – વલસાડ

20. શ્રી અશ્વિનભાઇ ઠાકોરદાસ ટેકરાવાળા – સભ્ય – સુરત (પ્રમુખ – 2002 થી 2004)

21. શ્રી યોગેન્દ્ર કંચનલાલ પારેખ – સભ્ય – સુરત

22. શ્રી નીતિનકુમાર કંચનલાલ શેઠ – સભ્ય – સુરત

23. શ્રી મનસુખલાલ હરકીશનદાસ બલેશ્વરીયા – સભ્ય – સુરત

24. શ્રીમતી કુમુદબેન સન્મુખલાલ પારેખ – સભ્ય – સુરત

25. શ્રી વ્રજલાલ નાથાલાલ પારેખ – વિભાગીય મંત્રી – બીલીમોરા

26. શ્રી જીતેન્દ્ર મોહનલાલ પારેખ – સભ્ય – બીલીમોરા

27. શ્રી પ્રવિણચંદ્ર જેકીશનદાસ સોની – સભ્ય – બીલીમોરા (પ્રમુખ – 1997 થી 2002)

28. શ્રીમતી રમીલાબેન પ્રવિણચંદ્ર પારેખ – સભ્ય – ચીખલી

29. શ્રી ડો. જનકભાઇ નગીનદાસ પારેખ – સભ્ય – નવસારી

30. શ્રી શાંતિલાલ મંછારામ પારેખ – વિભાગીય મંત્રી – અમદાવાદ

31. શ્રી યોગેશ વેણીલાલ પારેખ – વિભાગીય મંત્રી – વડોદરા

ઉત્કર્ષ ટ્રસ્ટે તેનાં બંધારણની નકલ છાપીને દરેક ઘરે વહેંચી. ટ્રસ્ટે નક્કી કર્યુ કે દાનમાં મળતી રકમ રાષ્ટ્રીયક્રુત બેંકમાં ખાતુ ખોલાવી જમા કરાવવી. તેમજ તે રકમની ફીક્સ ડિપોઝીટ કરાવી તેના વ્યાજમાંથી ખર્ચ કરવા.

આ ટ્રસ્ટ હવે સમૂહલગ્નના કાર્ય સાથે અન્ય સમાજસેવા તરફ પણ વિસ્તરણ કરવાનું વિચારવા માંડ્યું. આ માટે દરેક ગામના ઉત્સાહી, સેવાભાવી, દીર્ઘદ્રષ્ટા સભ્યો એકત્રિત થતાં રહ્યાં અને પરિણામે સમાજના જરૂરિયાતમંદ વ્યક્તિને નીચે દર્શાવેલ સહાય પૂરી પાડી શક્યા છીએ.

(1) સમૂહલગ્ન

(2) શૈક્ષણિક સહાય

(3) મેડિકલ સહાય (વૈધકીય સહાય)

(4) આર્થિક સહાય

(5) પરિચય મેળા યોજના

(6) વયોવ્રુધ્ધ સહાય.

“ શ્રી સમસ્ત દમણિયા સોની ઉત્કર્ષ ટ્રસ્ટ “ અત્યાર સુધીમાં 2 પરિચય મેળાનું આયોજન પણ કરી ચૂક્યું છે. જેમાં પ્રથમ પરિચય મેળામાં 24 ભાઇઓ અને 12 બહેનોએ ભાગ લીધો હતો. બીજા પરિચય મેળામાં 33 ભાઇઓ અને 6 બહેનોએ ભાગ લીધો. આ બંને પરિચય મેળામાં બહેનોની સંખ્યા બહું જ અલ્પ રહી હોવાને કારણે યુગલોની પસંદગીમાં સંપૂર્ણ સફ્ળતા મળી શકી નહીં એ એક કરૂણ હકીકત છે.

ઉત્કર્ષ ટ્રસ્ટની યશોગાથા ખરેખર સમાજને ઉત્કર્ષ તરફ લઇ જનારી. ઉર્દ્વગામી છે. જયારે સમસ્ત સમાજને અનુલક્ષીને કાર્ય થતાં હોય ત્યારે સભ્યોમાં મતમતાંતર બહું જ સાહજિક બાબત છે. પરંતુ સામાજિક ઉન્નતિનાં ઉમદા ધ્યેય માટે બનેલ આ ટ્રસ્ટ તેની ગૌરવયાત્રા વિકટ સંજોગોમાં પણ ચાલુ રાખી શક્યું. કારણકે આ ટ્રસ્ટ “ લોકો માટે લોકો ધ્વારા” રચાયેલુ ટ્રસ્ટ છે જેની અનેકવિધ પ્રવ્રુત્તિઓ, તેમજ જરૂરિયાતમંદ જ્ઞાતિજનને અપાતી સહાય આંખે ઊડીને સ્પર્શે એવી છે. આ ‘ ઉત્કર્ષ ટ્રસ્ટે’ જે ફંડથી લોકસેવા શરૂ કરી તેમાં સતત ઉમેરો જ રહ્યો છે અને મુડીને અનામત રાખીને તેનાં વ્યાજમાંથી સહાય આપીને સમાજને ખરેખર અદ્વિતિય યોગદાન આપ્યું છે. જેનું ટેબલ અને રકમ આ લેખ ને અંતે આપેલ છે, તે ઉપરથી ફલિત થાય છે. ”વસુધૈવ કુટુંબકમ” માં માનનારું આ ટ્રસ્ટ પ્રતિકુળ સંજોગોમાં પણ સમૂહલગ્ન યોજવાનું કાયમ રાખે છે કારણકે મૂળભૂત રીતે આ સમિતિની રચના જ સમૂહલગ્ન માટે થઇ હતી. સમાજમાંથી સમૂહલગ્નનાં આયોજનનો લાભ લેનારની સંખ્યા હાલનાં વર્ષોમાં નોંધપાત્ર રીતે ઘટી રહી છે. પરંતુ સમય અને સંજોગો પ્રમાણે પ્રતિકુળતામાંથી અનુકુળતા સાધી આ કાર્ય ચાલુ જ રખાશે. સમૂહલગ્નનો દિવસ ફક્ત વર-વધૂ માટે જ મહત્વનો નથી. લગ્નોત્સુક યુવાનો માટે, લગ્નોત્સુક સંતાનોના માતા-પિતા માટે પણ પરોક્ષ રીતે આ મેળાવડો પરિચય મેળાનું વાતાવરણ પુરૂં પાડે છે. સમૂહલગ્નમાં મળતાં દાન કે સ્પોન્સરશીપ ખૂબ પ્રશંસાપાત્ર છે. આ ભીષણ-કારમી મોંઘવારીમાં પણ ખર્ચને પહોંચી વળવા શ્રી ગોપાળજી સન્મતિ બક્ષે છે. સૌથી ધ્યાનાકર્ષક બાબત એ છે કે છેલ્લાં કેટલાક વર્ષોથી સમૂહલગ્નમાં જોડાનાર છોકરીની નોંધણી ફી રૂપે લેવાતાં પૈસા લગ્ન બાદ પરત કરવામાં આવે છે. અર્થાત છોકરીઓને વિનામૂલ્યે આ લગ્નને લહાવો સાંપડે છે. આ જ કાર્ય તો આપણને સૌને સંત શ્રી મોરારીબાપુ સાથે તાલ મેળવી લલકારવા પ્રોત્સાહિત કરે છે કે,

“ દુહિતા દેવો ભવ “

શ્રી સમસ્ત દમણિયા સોની સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ

ટ્રસ્ટીઓ  (2006 – 07)

નામાવલિ

1.) કુ. આશાબેન નવીનચંદ્ર પચ્ચીગર (પ્રમુખ – 2009 થી આજ પર્યંત) – પ્રમુખ – સુરત

2.) શ્રી અરવિંદલાલ ઠાકોરદાસ પારેખ – ઉપ પ્રમુખ – વલસાડ

3.) શ્રી પ્રકાશચંદ્ર ધનસુખલાલ પારેખ – મહામંત્રી – નવસારી

4.) શ્રી હરીશકુમાર હસમુખલાલ પારેખ – ખજાનચી – નવસારી

5.) શ્રી યોગેન્દ્ર કંચનલાલ પારેખ – સહમંત્રી – સુરત

6.) શ્રી રોહિતકુમાર ઇશ્વરલાલ ઘડિયાળી – સહમંત્રી – સુરત

7.) શ્રીમતી ઇન્દુબેન વસંતલાલ સોની – સહમંત્રી – નવસારી

8.) શ્રી સતીશકુમાર મદનલાલ પારેખ – સહમંત્રી – બીલીમોરા

9.) શ્રી કૌશિકકુમાર વેણીલાલ પારેખ – સહમંત્રી – વલસાડ

10.) શ્રી પરેશકુમાર રમેશચંદ્ર પારેખ – સભ્ય – સુરત

11.) શ્રી સુરેશકુમાર શાંતિલાલ પારેખ – સભ્ય – સુરત

12.) શ્રી મનીષકુમાર મોહનલાલ પારેખ – સભ્ય – વલસાડ

13.) શ્રી મુકુન્દકુમાર ધનસુખલાલ પારેખ – સભ્ય – નવસારી

14.) શ્રી હરીશકુમાર ઠાકોરદાસ પારેખ – સભ્ય – નવસારી

15.) શ્રી જગદીશભાઇ નવનીતલાલ સોની – સભ્ય – નવસારી

16.) શ્રી વસંતલાલ ચુનીલાલ સોની – સભ્ય – નવસારી

17.) શ્રી વિકાસકુમાર અરૂણલાલ પારેખ – સભ્ય – સુરત

18.) શ્રી દેવાંગકુમાર દિનેશચંદ્ર પારેખ – સભ્ય – વલસાડ

19.) શ્રી દિપકકુમાર નંદલાલ પારેખ – સભ્ય – નવસારી

20.) શ્રી કાંતિલાલ જેકીશનદાસ સોની – સભ્ય – નવસારી

21.) શ્રીમતી રંજનબેન પ્રકાશચંદ્ર પારેખ – સભ્ય – નવસારી

22.) શ્રીમતી નયનાબેન દિનેશચંદ્ર પારેખ – સભ્ય – વલસાડ

23.) શ્રીમતી શીલાબેન જગદીશચંદ્ર સોની – સભ્ય – નવસારી

24.) શ્રી દિનેશચંદ્ર ગમનલાલ પારેખ – સભ્ય – વલસાડ

25.) શ્રી હેમંત દસરથલાલ પારેખ – સભ્ય – નવસારી

26.) શ્રી મોહનલાલ નવનીતલાલ સોની – સભ્ય – નવસારી

27.) શ્રી અનિલકુમાર દિલીપભાઇ પારેખ – સભ્ય – સુરત

28.) શ્રી રીતેશકુમાર વિજયકુમાર પારેખ – સભ્ય – સુરત

સમસ્ત દમણિયા સોની સમાજ મૂળભૂત રીતે શાંત, સંસ્કારી, સમજુ અને સંવેદનશીલ છે. આ બધી પ્રવ્રુત્તિઓમાં સમાજ યેનકેન પ્રકારે સાથ-સહકાર આપતો જ રહે છે. જેનું ઋણ સ્વીકાર આ ઉત્કર્ષ ટ્રસ્ટ હદ્યયપૂર્વક કરે છે. સાથે નમ્ર અરજ અને અભિલાષા પણ સેવે છે કે વધુમાં વધુ યુગલો આ સમૂહલગ્નમાં જોડાઇને સમાજની સમ્રુધ્ધિ, શક્તિ અને એકતાને જાળવી રાખશો કારણ કે

“ નથી પાનખર નથી માટી, બચી છે માત્ર આશાયેશ,
હો માટી કે મનુષ્ય પણ તમારે મહોરવું પડશે.”

                                                       –  હિતેન આનંદપરા

શ્રી સમસ્ત દમણિયા સોની સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ

ટ્રસ્ટીઓ   (2011 થી આજ પર્યંત…)

1.) કુ. આશાબેન નવીનચંદ્ર પચ્ચીગર (પ્રમુખ – 2009 થી આપ પર્યંત) – પ્રમુખ – સુરત

2.) શ્રી કૌશિકકુમાર વેણીલાલ પારેખ – ઉપ પ્રમુખ – વલસાડ

3.) શ્રી પ્રકાશચંદ્ર ધનસુખલાલ પારેખ – મહામંત્રી – નવસારી

4.) શ્રી દેવેન્દ્રભાઇ મગનલાલ પટેલ – ખજાનચી – નવસારી

5.) શ્રી અનિલકુમાર દિલીપભાઇ પારેખ – વિભાગીય મંત્રી – સુરત

6.) શ્રી વિજયકુમાર ધનસુખલાલ પારેખ – વિભાગીય મંત્રી – નવસારી

7.) શ્રી અરવિંદલાલ ઠાકોરદાસ પારેખ – વિભાગીય મંત્રી – વલસાડ

8.) શ્રી પ્રકાશચંદ્ર ચંદ્રવદનભાઇ પારેખ – વિભાગીય મંત્રી – સુરત

9.) શ્રી જગદીશચંદ્ર ઉત્તમરામ પારેખ – વિભાગીય મંત્રી – બીલીમોરા

10.) શ્રી પરેશકુમાર યશવંતલાલ પારેખ – વિભાગીય મંત્રી – સુરત

11.) શ્રી પરેશકુમાર રમેશચંદ્ર પારેખ – સભ્ય – સુરત

12.) શ્રી સુરેશકુમાર શાંતિલાલ પારેખ – સભ્ય – સુરત

13.) શ્રીમતી ધર્મિષ્ઠાબેન મહેન્દ્રકુમાર પારેખ – સભ્ય – સુરત

14.) શ્રી અશ્વિનભાઇ ઠાકોરદાસ પારેખ – સભ્ય – સુરત

15.) શ્રી યોગેન્દ્રભાઇ કંચનલાલ પારેખ – સભ્ય – સુરત

16.) શ્રી જીજ્ઞાસા હરીશભાઇ પારેખ – સભ્ય – નવસારી

17.) શ્રી હરીશકુમાર હસમુખલાલ પારેખ – સભ્ય – નવસારી

18.) શ્રી વસંતલાલ ચુનીલાલ સોની – સભ્ય – નવસારી

19.) શ્રી જયેશકુમાર ચીમનલાલ સોની – સભ્ય – નવસારી

20.) શ્રી અક્ષયકુમાર ભરતભાઇ સોની – સભ્ય – નવસારી

21.) શ્રી ડો. જનકભાઇ નગીનદાસ પારેખ – સભ્ય – નવસારી

22.) શ્રી મનીષ મહેન્દ્રભાઇ પારેખ – સભ્ય – નવસારી

23.) શ્રી નંદકિશોર પ્રાણસુખલાલ બલેશ્વરીઆ – સભ્ય – નવસારી

24.) શ્રી કિરિટકુમાર ગુણવંતલાલ પારેખ – સભ્ય – નવસારી

25.) શ્રીમતી ઇન્દુબેન વસંતલાલ પારેખ – સભ્ય – નવસારી

26.) શ્રીમતી રંજનબેન પ્રકાશચંદ્ર પારેખ – સભ્ય – નવસારી

27.) શ્રીમતી દક્ષાબેન કિરિટભાઇ પારેખ – સભ્ય – નવસારી

કો – ઓપ્ટ

શ્રી મયૂર કાંતિલાલ પારેખ (અમદાવાદ)                      શ્રી જયેશકુમાર ઠાકોરદાસ પારેખ (બીલીમોરા)

શ્રી શીરીષભાઇ શાંતિલાલ પારેખ (સુરત)                    શ્રી હરીશકુમાર ધીરજલાલ પારેખ (વલસાડ)

શ્રી મોહિતકુમાર ધનસુખલાલ પારેખ (બીલીમોરા)       શ્રી દિનેશ ગમનલાલ પારેખ (વલસાડ)

                                         સમૂહ લગ્નના પ્રેરણા સ્ત્રોત

Dineshbhai ParekhPrakashbhai Parekh

શ્રી દિનેશકુમાર રતિલાલ પારેખ                         શ્રી પ્રકાશભાઇ ધનસુખલાલ પારેખ

Nareshkumar Parekh

                                 શ્રી નરેશકુમાર ઠાકોરલાલ પારેખ

Mahendrabhai Parekh

                                  શ્રી મહેન્દ્રકુમાર રતિલાલ પારેખ

                               સમુહલગ્નના સ્વપ્નને સાકાર કરનાર

 

ઉત્કર્ષ ટ્રસ્ટના અત્યાર સુધીના પ્રમુખ

Iswarlal ChoksiIndravadan Parekh

શ્રી ઇશ્વરલાલ માણેકલાલ સોની                            સ્વ. ઇંદ્રવદન તુળજારામ પારેખ

(1990 – 1996)                                                       (1996 – 1997)

Pravinchandra SoniAswinbhai Tekarawala

સ્વ. પ્રવિણચંદ્ર જેકીશનદાસ સોની                       શ્રી અશ્વિનભાઇ ઠાકોરદાસ ટેકરાવાળા

(1997 – 2002)                                               (2002 – 2004)

Thakordas SoniAshaben pachchigar

શ્રી ઠાકોરદાસ ગોવનદાસ સોની                         કુ. આશાબેન નવિનચંદ્ર પચ્ચીગર

(2004 – 2009)                                               (2009 થી આજ પર્યંત)

 

ચૂંટણી અધિકારી – 2006

1. શ્રી ધનેશ ઠાકોરદાસ પારેખ (નવસારી)

2. શ્રી પ્રવિણચંદ્ર ચીમનલાલ પારેખ (પારડી)

3. શ્રી પ્રવિણભાઇ છગનલાલ પારેખ (કરચેલીયા)

ચૂંટણી અધિકારી – 2011

1. શ્રી ધનેશ ઠાકોરદાસ પારેખ (નવસારી)

2. શ્રી પ્રવિણચંદ્ર ચીમનલાલ પારેખ (પારડી)

3. શ્રી સ્નેહલ રશ્મિકાંત ઝવેરી (સુરત)

આ સાથે નીચે ઉત્કર્ષ ટ્રસ્ટના વર્ષ 1995-96 થી વર્ષ 2012-13 સુધીના ટ્રસ્ટના ખર્ચ / સહાય અને ફંડની વિગત આપેલ છે.

ટ્રસ્ટના ફંડ અને ખર્ચાની વિગત 

 

સંકલનકાર 

શ્રી મહેન્દ્રકુમાર રતિલાલ પારેખ

     પ્રમુખ,                             

કુ. આશાબેન નવિનચંદ્ર પચ્ચીગર        

શ્રી સમસ્ત દમણિયા સોની સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ