વેબસાઈટ જાળવણી ખર્ચ ના સ્પોન્સર સ્વ.ચંદનબહેન પી.સોની (હ. ડો.ગૌતમભાઈ પરીખ)
 

News

Events

Damania Soni Samaj

Donate

દમણિયા સોની સમાજ : એક અવલોકન-એક અનુભૂતિ

“દરેક વ્યક્તિ એક મહાન ગ્રંથ સમાન છે, જો તમને એને વાંચતા આવડે”

સંત ઓગસ્ટીનું ઉપરોક્ત વાક્ય યથાયોગ્ય છે. દરેક માનવ પોતાની સાથે વણકહી-વણલખી કહાની અને સંસ્કાર ધરાવે જ છે જેના વિશે પુરાતન કાળનો અભ્યાસ જ સાચી સમજ આપી શકે. દમણિયા સોની સમાજનાં અસ્તિત્વ નું અવલોકન-અભ્યાસ કરતાં નીચેનાં તારણો જે સર્વ સ્વીકૃત છે તે અહીં રજૂ કરતાં ગૌરવ અનુભવીએ છીએ.

લગભગ ૧૭મી સદીમાં ધંધા-રોજગાર માટે સૌરાષ્ટ્રના વેરાવળવાસીઓ દીવ બંદરેથી વહાણમાં આવી દમણ તેમજ આસપાસનાં ગામોમાં સોનીકામ કરી રોજીરોટી કમાતા. ચોમાસા દરમ્યાન વેરાવળ પંથકમાં ખેતીકામ માટે જતા. વખત જતાં કેટલાંક કુટુંબો દમણમાં સ્થાયી થયા અને તેમના વંશજો એટલે દમણિયા સોની.

આ સોનીઓ સમય અને સંજોગો પ્રમાણે દમણથી વાપી, પારડી, વલસાડ, બીલીમોરા, નવસારી તેમજ સુરત સુધી ફેલાયા. વસ્તીના આધારે દમણથી વલસાડ સુધીના સોનીઓ એક ચોરાના, બીલીમોરા, નવસારી, ચીખલી, ગણદેવીના સોનીઓ વચલા ચોરાના તેમજ સુરતના સોનીઓ ત્રીજા ચોરાના મનાવા લાગ્યા. ચોરા પ્રમાણે રીત-રિવાજો થોડા ઘણાં અલગ પડતા. પરંતુ સમય પરિવર્તનના વહેણમાં એ પ્રણાલિ લુપ્ત થઇ ગઇ.

આ સમાજનાં લોકો સૌરાષ્ટ્રથી આવ્યા હોઇ, ત્યાંના કારીગર વર્ગની કુળદેવી ચોટીલાની ચામુંડા માતા મનાય છે. સૌરાષ્ટ્રની કેટલીક પેટાજ્ઞાતિની કુળદેવી દુર્ગામાતા છે. શ્રીમાળીઓની કુળદેવી તુળજાભવાની તેમજ મહાલક્ષ્મીમાતા મનાય છે. જ્યાં જ્યાં વસવાટ કરતા ગયા ત્યાંની આસપાસની દેવીની આરાધના કરતાં અને તેને કુળદેવી માનવા લાગ્યા. શ્રી ચામુંડામાતા ચોટીલા મંદિરના મહંતશ્રીના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્રના સોની, સુથાર, લુહાર વગેરે કારીગરોની કુળદેવી ચામુંડામાતા મનાય છે. જેની જેવી શ્રધ્ધા અને આસ્થા.

“જો શ્રધ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર? કુરાનમાં...